About us

“છ કરોડ ગુજરતીઓને એક તાંતણે બાંધવાનો નવતર પ્રયાસ ” –  માધવ જસાપરા

મિત્રો કોઈ ફોટોગ્રાફર કે વિડીયોગ્રાફર દ્વારા સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, હિટલર, નહેરુ ચાચા, વિક્રમ સારાભાઇ, માઈકલ જેક્સન, મધર ટેરેશા, ધીરુભાઈ અંબાણી  જેવા વિશિષ્ટ વ્યક્તિઓ ના ફોટો અને વીડિઓ ઉતારી ને સાચવા માં આવ્યા એટલે જ આજે આપણને તેના કહેલા વચનો, કરેલા કાર્યો અને તેઓ નું જીવન ચરિત્ર નજર સમક્સ જોઈ શકાઈ છે.

હું આપ ને કાનજીભાઈ કે જ્યોર્જે કહીસ તો તે આપ જેને જાણતા હશો  તેનો ચહેરો યાદ આવશે, જે કદ્દાચ મારા કાનજીભાઈ થી જુદા હોઈ શકે, પણ જયારે આપને ગાંધીજી કહીએ તો તેનો એક જ સરખો ચહેરો આપણે બને ને દેખાશે…

હું છેલ્લા ૧૫ વર્ષ થી આઈ ટી કંપની ચલાવું  છું અને ૨૦૦૨ થી થોડા થોડા વીડિઓ અને ફોટોસ  ભેગા કરતા કરતા ગુજરતી ટીવી ડોટ કોમ નો જન્મ ૨૦૦૬ માં થયો. ૨૦૦૬ માં મે બે કામ એક સાથે ચાલુ કાર્ય રાજકોટ સીટી ગાઇડ ડોટ કોમ અને ગુજરાતી ટીવી ડોટ કોમ. રાજકોટ સીટી ગાઇડ માં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો અને વધુ ને વધુ મારું ધ્યાન રાજકોટ સીટી ગાઇડ પર રહેવા લાગ્યું..

મિત્રો પ્રથમ પ્રેમ તો પ્રથમ જ રહેને…..

મે ૨૦૧૦ થી ગુજરાતી ટીવી ડોટ કોમ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને આપ જાણીને આનંદ પામશો કે આજે અમારી સાથે વિશ્વના ૩,૦૦,૦૦૦ થી વધુ ગુજરાતીઓ જોડાયેલ છે. આજ સુધીમાં કરોડો હિટ્સ ગુજરાતી ટીવી ડોટ કોમ ને મળી ચુકી છે.

વિશ્વમાં વસતા તમામ ગુજરાતીઓ માટે ગુજરાતી ટીવી ડોટ કોમ એ વિશ્વ ની પ્રથમ ઈન્ટનેટ ગુજરતી ચેનલ છે અને ઉતરોતર ગુજરાતીઓ નું જોડાણ આ ચેનલ સાથે થતું જાય છે.

પ્રિય મિત્રો ગુજરાતી ટીવી ડોટ કોમ ચેનલ સાથે જોડવા અને આપણી સંસ્કૃતિ, ભાષા, સાહિત્ય, કથા, વાર્તા, રશોઈ, વિશિષ્ટ વ્યક્તિઓ વગેરે ના કહેલા વચનો, કરેલા કાર્યો અને તેઓ નું જીવન ચરિત્ર એક જ જગ્યા એ સચવાયેલ તેના માટે વિભિન્ન અંગ બનો…

આપણા બાળકો ને આપણે આપણો ગુજરાતી વારસો અને ગુજરાતી હોવાનું ગૌરવ ની જવાબદારી આપણી રહશે…

ગુજરાતી ટીવી ડોટ કોમ શા માટે?

૧) ગુજરાત અને ગુજરાતની બહાર વસતા તમામ ગુજરાતીઓ માટે ગુજરાત ની ધરોહર માટે એક પહેલ

૨) ગુજરાત ની અસ્મિતા અને ગુજરાત ની  યાદ ને હરહમેશ સાચવી રાખવા.

૩) ગુજરાતી સાહિત્ય – ભાષા – કથા – સંસ્કૃતિ – કાર્યક્રમો કાયમી ધોરણે સાચવી રાખવા.

૪) ગુજરાતી તહેવારો – વાનગી – સંગીત – નાટક – કળા સર્વત્ર પહોચાડવા નો પ્રયાસ.

૫) ગુજરાતની ગરિમા અને સંતવાણીનો કાયમી ધોરણે સંગ્રહ કરી વિશ્વસ્તરે પહોચાડવા.

૬) ગુજરાત ના જોવાલાયક સ્થળ – ધાર્મિક સ્થળ –  ફરવાના સ્થળ અંગે ઊંડાણપૂર્વકની માહિતીનો સંગ્રહ

૭) નાની કે મોટી કોઈ પણ સારી વાત, વસ્તુ કે કાર્યક્રમ ને વિશ્વસ્તરે પ્રસિધ્ધ કરવાનો પ્રયાસ.

૮) બાળક થી લઇ વૃધ્ધો સુધીના લોકો માટેની સામગ્રી.

૯) ગુજરાતી ભાષામાં આ પોર્ટલના વિડીઓ અને માહિતી  હોઈ સમજવા ને જોવામાં સરળ થાય છે.

૧૦) ૨૪ કલાક દરમિયાન ક્યારેપણ ગ્લોબલ ગુજરાતીઓ આ ચેનલ જોઈ શકે છે.

૧૧) આ ચેનલ પર સંગ્રહ કરેલ ડેટા કે પ્રોગ્રામ કાયમી ધોરણે સંગ્રહ થાય છે.

૧૨) દુનિયાના કોઈ પણ છેડા માં આ ચેનલ જોઈ શકાઈ છે અને તેના માટે કોઈ એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી.

૧૩) સોશિયલ મીડિયા દ્વારા અ માધ્યમનો ભરપુર ઉપયોગ થઇ શકે છે. વિશ્વના દરેક ગુજરાતીઓના વિડીઓ ગુજરાતી ટીવી ડોટ કોમના પોર્ટલ પર જ મળે તેવી સરળ વ્યવસ્થા કરવામાં આવી છે.

૧૪) વિશ્વસ્તરે ગુજરાતી ભાષાના વિડીઓની સંખ્યા ખુબજ ઓછી છે, જો બધા ગુજરાતી ભેગા થાય અને વિડીઓ પોસ્ટ કરે તો અસંખ્ય વિડીઓ ગુજરાતી ભાષાના થાય અને આપણી આગલી પેઢી માટે નો ખજાનો સચવાયેલો રહે.

૧૫) કોઈ પણ સારી વાત કે વ્યક્તિ ના વિચારો, વિચારધારા કે કાર્યો હમેશા સચવાયેલા રેહે તે હેતુ સાથે…..

મિત્રો મને ગુજરાતી હોવાનું મને ગર્વ છે અને કદાચ મારું ગુજરાતી એટલું શુદ્ધ નહિ હોઈ પણ અમારો પ્રયાસ સો ટકા શુદ્ધ અને સાત્વિક છે એટલે જ તો વિશ્વ માં વસતા તમામ ગુજરાતી પરિવાર સાથે અમે અને તેઓ અમારાથી જોડાઈ રહ્યા છીએ.

આવો એક એવી ગુજરાતી ટીવી ચેનલ  બનાવીએ કે જ્યાં વિશ્વના દરેક ખંડમાં વસતા ગુજરાતીઓ આનો ભાગ બને…

આપનો પરમ મિત્ર

માધવ જસાપરા

૯૧ ૯૯૨૪૧ ૩૦૩૩૮