...
Home / Events (ઇવેન્ટ્સ) / Vijaybhai Rupani Appeal Rajkot for Enlightening Diya

Vijaybhai Rupani Appeal Rajkot for Enlightening Diya

તારીખ 29 એટલે રાજકોટના આંગણે સોનાનો સૂરજ, જે રાજકોટ નપાણીયું કે’વાતું હતું એને માઁ નર્મદાએ એની કૃપાથી રાજકોટને પાણી-પાણી કરી દીધું છે. ભૂતકાળમાં રાજકોટવાસીઓ પાણીના સંદર્ભમાં ખૂબ હેરાનગતી અનુભવી’તી. હવે સૈકાઓ સુધી એમાંથી મૂક્તિ મળશે અને રાજકોટની પાણીની સમસ્યા માત્ર પીવાના પાણીની સમસ્યા નહિ પરંતુ રાજકોટની આસપાસની જમીનને, ખેતીની જમીનને પણ સિંચાઈ માટેનું પાણી મળે એ પ્રકારની કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈના હસ્તે લોકાર્પણ છે.

ચૂંટણી ન હોય અને વડાપ્રધાન રાજકોટ આવ્યા હોય, ચાલીસ વર્ષ પછી રાજકોટમાં આ પ્રસંગ બન્યો છે. અને આપણા માટે આનંદની વાત એ છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ રાજકોટની ખુમારી, રાજકોટની પ્રજા, રાજકોટની ભૂગોળ, રાજકોટના રૈયાનાકા ટાવર, રાજકોટની રાજકુમાર કોલેજ, રાજકોટની રાષ્ટ્રીય શાળા, ક.બા. ગાંધીનો ડેલો, રાજકોટના પેંડા, રાજકોટના ગાંઠીયા, રાજકોટના આઇસ-ક્રીમથી સંપૂર્ણ પણે પરિચિત છે. એવા આપણા નરેન્દ્રભાઈ વડાપ્રધાન રાજકોટ આવી રહ્યા છે.

રાજકોટની જનતાને આવતીકાલના ઐતિહાસિક કાર્યક્રમમાં પધારવા માટે રાજકોટના એક પ્રતિનિધિ તરીકે, મુખ્યમંત્રી તરીકે નહિ પ્રતિનિધિ તરીકે આપ સૌને ભાવભર્યુ આમંત્રણ આપું છું. અને મારી વિનંતી પણ છે કે રાજકોટ માટે ઐતિહાસિક દિવસ છે. વડાપ્રધાન રાજકોટમાં અને માઁ નર્મદાના આશિર્વાદ રાજકોટને પ્રાપ્ત થયા છે.  રાજકોટવાસીઓ આવતીકાલે 7.30 થી 8.30 વચ્ચે દરેક રાજકોટવાસીઓ પોતાના ઘરમાં એક દિવો પ્રગટાવીને માઁ નર્મદાને આપણે વંદન કરીએ. નર્મદે સર્વદે એ સાચા અર્થ માં આપણે ચરીતાર્થ કરીએ. એક દિવો દરેક રાજકોટવાસી દરેક પોતાના ઘરે 7.30થી8.30 વચ્ચે પ્રગટાવે તેવી આપ સૌને મારી નમ્ર વિનંતી છે.

વિજયભાઈ રૂપાણી

 


					
									

Check Also

Plastindia 2018 Exhibition At Gandhinagar, Gujarat, India. Overview Part 2

Jay Swaminarayan Friends, Aaj Ke Is Video me ham Plastindia 2018 Dekhenge अगर आपको हमारा …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *