...
Home / Arts / Folk Dance Competition-2016 By Mumbai Gujarati Sangathan

Folk Dance Competition-2016 By Mumbai Gujarati Sangathan

જાન્યુઆરી 2016માં, મુંબઈના કાંદિવલી પરાની સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાલયમાં બે સુંદર સ્પર્ધાઓનું મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. એમાંની પહેલી, ટીચિંગ એઈડ્સ કોમ્પિટિશન, ગુજરાતી શાળામાં શિક્ષકોને મદદરૂપ નિવડે એ માટેનાં શૈક્ષણિક સાધનો-ટીચિંગ એઈડ્સ બનાવવાની પ્રતિયોગિતા અને આપણા વિદ્યાર્થીઓ આપણી સંસ્કૃતિથી સાથે જોડાઈ રહે એ માટે લોકનૃત્ય સ્પર્ધા.
ચિંતન નાયકના સંચાલનમાં લોકનૃત્યોની સ્પર્ધામાં, ટિપ્પણી નૃત્ય, ડાંગી નૃત્ય, ગંગોર નૃત્ય, બેડાં નૃત્ય, આદિવાસી નૃત્ય, કચ્છી નૃત્યુ, ગરબા જેવાં વિવિધ 13 લોકનૃત્યો દ્વારા 280થી વધુ વિદ્યાર્થીઓએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વિશેષ નૃત્ય તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલયનું ચાડિયા નૃત્યુ તથા જે ડી ટી શાળાનું વિશેષ સમાપન નૃત્ય ” જય જય ગરવી ગુજરાત ” રજુ થયું હતું. નૃત્યવિદ્યાના નિષ્ણાતઃ આશા પુરોહિત, જીગર સોની અને ધૃવી પંડ્યા આ સ્પર્ધાના નિર્ણાયક રહ્યાં હતાં.

Check Also

Dance by Horse on Gujarati garba

Dance by Horse on Gujarati garba

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *